Offcanvas
Edit Template

Activities

Green Walk

પર્યાવરણ પ્રત્યે સતત જાગૃત એવી સહેરની નવાનગર નેચર કલબ દ્વારા આજ વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય અને વિશિષ્ઠ રીતે ઉજવણી કરવામાં આવી હતી.આજ રોજ નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ જાગૃતિ રેલી સ્વરૂપે “ગ્રીન વોક”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુળી સંખ્યા લોકો એ ભાગ લિધો હતો. ૩કિમીની આ ગ્રીન વોકમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ,ધારાસભ્ય શ્રી હકુભ જાડેજા,જીલા ભાજપ મહામંત્રી શ્રી પ્રવિણસિંહ જાડેજા,તથા જામનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનોર, કુંભારાના તથા તેના સાથી કર્મચારીઓ તથા ગુજરાત વન વિભાગના એ.સી.એફ જોશી સાહેબ આર.એફ.ઓ એ.બી.જાડેજા તેમજ વન વિભાગના અન્ય કર્મચારીઓ તથા પોલીસ વિભાગના જવાનો તથા શહેરની જુદી જુદી સંસ્થા ઓ સહિત 600 જેટલાલોકો જોડાય હતાં સાથે સાથે પાબારી હોલ તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.આ પ્રસંગે સાંસદ શ્રીપૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી હકુભ જાડેજા,જીતુભાઇ લાલ, એસ, પી પ્રદીપ સેજુલ, ડી.એફ.ઓ. જોશી સહિત વનવિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉત્પલ દવે એ કર્યું હતું તેમજ ગ્રીન વોક શાંતી પૂર્ણ તેમજ શિસ્તબદ્ધ રીતે યોજાય તે માટે નવાનગર નેચર કલબના પ્રમુખ વિજયસિંહ જાડેજા,દિનેશભાઇ રબારી,વનરાજસિંહ ચૌહાણ,ધર્મેશ અજા,પ્રવિણસિંહ જાડેજા,મિતેષ બુદ્ધભટ્ટી, ઉમેશ થાનકી, હિમાંશુ જાની,ભરત કાનાબાર,કુણાલ જોશી,સુભાષ ગંઢા, કિસન દત્તાની, એ જહેમત ઉઠાવી હતી.

Coastal Cleaning

NNC organizes a camp near Jamnagar at the coastal and sea shore area. People threw rubbish things into the sea. Event during various religious ceremonies the idols are submerged in the sea. Litter & sewage pollution is a danger to the amazing wildlife in our seas and on our beaches. NNC takes action to reduce litter levels. We have successfully campaigned for not plastic bags on the sea shore. Every year we work with thousands of volunteers accross the district to moniter the litter on Balachadi and Nava Bandar beaches.

Nature Education Camp

NNC has organized a Nature Education camp at Narara Island. This is one of the rare places in the world where the whole island is a coral island and could be reached at by road. It has coral reefs, mangroves mudflats and other eco system which supports rich marine life and bird life. Here one has chance to spot octopus, puffer fish, lobsters, jelly fish, etc.

વૃક્ષા રોપણના કાર્યક્રમ

સ્વામી રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર તથા નવાનગર નેચર કલબના સહયોગથી પર્યાવરણ જાગૃતિ અંતર્ગત વૃક્ષા રોપણના કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ હતું

મહાસ્વચ્છતા અભિયાન

આજ રોજ બાલાચડીના સુંદર દરિયાકાંઠે ગણપતિ વિશર્જન દરમ્યાન થયેલ પ્રદુષણથી મુક્ત કરી અને ફરી રળિયામણું બનાવવા જામનગરની વિખ્યાત અને પર્યવરણ સરક્ષણની પ્રસંસનીય પ્રવૃત્તિ કરતી સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા એક મહાસ્વચ્છતા અભિયાન છેડાયું હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં “સ્વચ્છ ભારત અભિયાન”માં પોતાનો નાનકડો ફાળો આપવાના શુભ આશયથી આજે એમના જન્મ દિવસે જ આ કાર્યક્રમને વર્તમાન સાંસદ શ્રી પુનમબેન માડમ તથા પૂર્વ ધારાસભ્ય તથા ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હકુભા (ધર્મેન્દ્રસિંહ) જાડેજાનાં સહયોગથી શ્રી નવાનગર નેચર કલબે આ ભગીરથ કાર્યને અંજામ આપ્યો. આ સંસ્થા દ્વારા છેલ્લા છ વર્ષથી સતત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને તરુણ યુવાન વિધાર્થીઓનાં સાહયોગથી આ સંસ્થા બાલાચડીનાં દરિયાકાંઠાને ગણપતિ વિસર્જન બાદ થયેલા પદુષણથી મુક્ત કરી અને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરેછે. આ મહા કાર્યમાં પૂર્વ ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા,કોર્પોરેટર જ્યેન્દ્ર સિંહ ઝાલા સહીત શહેરની શૈક્ષણિક સંસ્થાઓ જેવીકે એ.કે જમાલ ફાર્મસી કોલેજ,આયુર્વેદીક કોલેજ, એમ.પી. શાહ કોમર્સ કોલેજ,હરિયા કોલેજ, ઉમા વિધાલય (જાંબુડા)ના વિધાર્થીઓ તેમજ એચ.પી ઝાલા (આયુર્વેદિક યુનિવર્સિટી) ડૉ. મેઘા પંડયા (ગુલાબકુવરબા આયુર્વેદિક મહા વિદ્યાલય) માધવીબેન પટેલ (આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ) પ્રો.NSS ચિંતન વોરા,દેવી ગોસરણી, ધવસલ રાયથાઠ્ઠા, વિનિતા મેડમ, તેમજ ઉમાવિદ્યાલયના ટ્રસ્ટી શ્રી ગિરધરભાઈ પટેલ, મહેન્દ્રસિંહ પી. જાડેજા(હેડ કોન્સ્ટેબલ,બાલચડી પોલીસ ચોકી ) કાર્યનિષ્ઠા,મહેનત અને પ્રતિબદ્ધતા કાબેલે તારીફ રહી હતી. આ મહાસ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી વિજયસિંહ એ, જાડેજા, વનરાજસિંહ ચૌહાણ, દિનેશભાઈ રબારી, મિતેશ બુદ્ધભટ્ટી, પ્રવીણસિંહ જાડેજા, કૃપાલસિંહ જાડેજા (નિવૃત આર્મી મેન) ધર્મેશ અજા. કિશન દત્તાણી, કુણાલ જોશી, હિમાંશુ જાની, હરદેવસિંહ રાયજાદા તેમજ શ્રી જીવરાજ લીલાધર અનડકટ ફાઉન્ડેશન ટ્રસ્ટ ધ્રોલ ના પ્રમુખ શ્રી ભાવિન અનડકટ જહેમત ઉઠાવી.

નિસર્ગ કવિ સંમેલન

Mr P Sodha: પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત અને નવતર પ્રયોગો માટે જાણીતી નવાનગર નેચર કલબ દ્વારા આજ રોજ તા,૧૧/૧૧/૨૦૧૭ના પર્યાવરણ જાગૃતી અંતર્ગત “નિસર્ગ કવિ સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ રંગારંગ કાર્યક્રમમાં જામનગરના  જાણીતા કવિઓ વર્ષાબેન ત્રિવેદી,પ્રવીણભાઈ ચાંચપરા, કુ.નમ્રતા ચાચાપરા, ભગવતીબેન પંચમતીયા, મૃણાલબેન જૈન,ભરતભાઇ વ્યાસ,ઐલેશ નળિયાંપરા,ઉત્પલ દવે,કિરીટ ગોસ્વામી, દ્વારા પ્રકૃતિ ઉપર કવિતાઓ રજુ કરી હતી તથા કુ,ઉમા પી,શીંધિયા તથા કિશોરભાઈ જોશી ( કે સર)એ. પ્રકૃતિ બાળ ગીતો રજૂ કરીને પ્રેક્ષકો-શ્રોતાઓના મન મોહી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનાં સંચાલક તરીકે એલ.આઈ. સીના ડેવલોપમેન્ટ ઓફિસર તથા નવાનગર નેચર કલબના સભ્ય શ્રી  ઉત્પલ દવે સંવાદ અને કાર્યક્રમનાં સંચાલનની આગવી ઢબથી ઉપસ્થિત શ્રોતાઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ મંત્રમુગ્ધ થયા હતા.સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી વિજયસિંહ જાડેજા કર્યું હતું તેમજ સંસ્થાની પ્રવૃત્તિઓ તેમજ ગત વર્ષના કાર્યક્રમો તેમજ આગામી કાર્યક્રમોની માહિતી શ્રી હિમાંશુ જાનીએ આપી હતી.કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંસ્થાનાં ટ્રસ્ટી અને સભ્યોશ્રી વિજયસિંહ એ.જાડેજા, દિનેશભાઇ રબારી,વનરાજસિંહ ચૌહાણ,ધર્મેશ અજા, મિતેષ બુધ્ધભટ્ટી, પ્રવિણસિંહ જાડેજા,હિમાંશુ જાની, કૃણાલ જોશી,શુભાસભાઈ ગંઢા, યુવરાજસિંહ સોઢા, ઉમેશભાઈ થાનકી, ભરત કાનાબાર,હરદેવસિંહ,વિશાલની આકરી મહેનત દીપી ઉઠી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એચ,પી જાલા(રજીસ્ટાર ગુ,આ,યુ,સી) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રીમતી હર્ષાબા પી.જાડેજા,જાણીતાં પક્ષીવિદ જયપાલસિંહ જાડેજા, પુનિત જોશી,પ્રસિધ્ધ પર્યાવરણ વીદ શુરેશ ભટ્ટ, પી.આર, શીંધિયા,સી.ટી રાણા તેમજ બહોળા પ્રમાણમાં નાગરિકોની ઉપસ્થિતએ કાર્યક્રમને ઔર સફળતા બક્ષી હતી.

Address

"Dharma Nivas", Shantinagar-7,
B/h Patel colony-9, Jamnagar,
Gujarat - 361 001, INDIA

Scroll to Top