Offcanvas
Edit Template

ટ્રેઝર હન્ટ કોમ્પિટિશન 2025

ટ્રેઝર હન્ટ સ્પર્ધાના નિયમ

દરેક ટીમ મા ૨ મેમ્બર રહેશે ( ૧ ટીમ = રૂ.૨૦૦ ફી )

1. આ સ્પર્ધા રેસની નથી પરંતુ બૌધિક રીતે સ્થળો ગોતી ત્યાં પહોંચવાની છે.
2. દરેક ટીમમાં 2 સભ્યો હોવા જોઈએ.
3. ટીમના સભ્યોમાં ઓછામાં ઓછો એક સભ્ય ૧૮ વર્ષથી વધુ ઉંમરનો હોવો જોઈએ.
4. ટીમોને જામનગરના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધુનિક સ્થળો સાથે સંબંધિત સંકેતો (clues) આપવામાં આવશે, જેના આધારે તેમણે ટ્રેઝર શોધવાનું રહેશે.
5. દરેક ટીમ ને સ્પર્ધાના સ્ટાટિંગ પોઇન્ટ પરથી જ તમામ પ્રશ્નો (clues) આપી દેવામાં આવશે.
6. સૌથી ઝડપથી અને સચોટ રીતે તમામ સંકેતો ઉકેલીને ટ્રેઝર શોધનારી ટીમ વિજેતા જાહેર થશે.
7. સ્પર્ધા દરમિયાન સલામતી માટે પાણીની બોટલ, ટોપી, સનગ્લાસ અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખવાની ભલામણ કરવામાં આવે છે.
8. સંસ્થા માત્ર આયોજન કરે છે સ્પર્ધકોએ પોતાની જવાબદારી એ ભાગ લેવો.
9. કોઈ અકસ્માત માટે સંસ્થા કે કોઈ સ્વતંત્ર્ય વ્યક્તિ જવાબદાર રહેશે નહી.
10. સ્પર્ધકો બાઈકમાં જ (ટુ વ્હીલર) ઉપર ભાગ લઇ શકશે.
11. દરેક સ્પર્ધકોએ પોતાનું વેલીડ લાઈસન્સ સાથે રાખવું ફરજીયાત છે.
12. સ્પર્ધા દરમ્યાન ટ્રાફીકના તથા RTO ના નિયમનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.
13. નિયત સ્થળ પર જઈ દરેક સ્થળ ઉપર ચોક્કસ વ્યક્તિએ સ્થળની સ્થળ સાથેની સેલ્ફી (ફોટોગ્રાફ) લેવાનો રહેશે. (દા.ત ભુજીઓ કોઠો ટીમના સભ્યો ના બેકગ્રાઉન્ડ માં હોવો જોઈએ)
14. તમારા રજીસ્ટર કરાવેલ ફોન નંબર ઉપરથી સ્પર્ધા પુરી થયેલ નક્કી કરેલ ફોનમાં વોટ્સએપ કરવાનું રહેશે.
15. સ્પર્ધાનો સમય ૨:૩૦(અઢી કલાક) કલાક રહેશે.
16. ટીમોએ ૩૦ જુલાઈ, ૨૦૨૫ પહેલાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
17. નોંધણી ફી ટીમ દીઠ રૂ. ૨૦૦/ છે, જે નોન-રિફંડેબલ રહેશે.
18. સ્પર્ધા સવારે ૮:૦૦ કલાકે શરૂ થશે અને બપોરે ૧૦:૩૦ કલાકે સમાપ્ત થશે.
19. આયોજકોનો નિર્ણય અંતિમ રહેશે.
20. રિપોર્ટિંગ સમય ૭:૩૦,સ્પર્ધા સ્ટાર્ટ ટાઉન હોલ થી થશે અને પૂર્ણ પણ ટાઉન હોલ પર થશે.
21. દરેક પ્રશ્ન ના ૧૦,માર્કસ આપવામાં આવશે.
22. સ્પર્ધ કે રજિસ્ટર કરાવેલ મોબાઈલ નંબર પર થીજ ફોટા મોકલવાના રહેશે.
23. નિયત કરેલ સમય કરતા લેઇટ માટે એક માર્ક દરેક મિનિટ માટે માઈનસ કરવામાં આવશે
24. પ્રથમ ઇનામ ૫૦૦૦/ દ્વિતીય ૩૦૦૦/ અને તૃતીય ૨૦૦૦/ આપવામાં આવશે.
25. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઓનલાઇન પ્રમાણ પત્ર આપવામાં આવશે.

  • Venue : Townhall, Jamnagar [ Every Team has 2 member Rs.200 per team fees will charge ]
free online solitaire | world of solitaire | solitr | free solitaire online | microsoft solitaire

Address

"Dharma Nivas", Shantinagar-7,
B/h Patel colony-9, Jamnagar,
Gujarat - 361 001, INDIA

© 2024 Nawanagar Nature Club
Crafted by: Raj Designs
Scroll to Top