જામનગરની નવાનગર નેચર કલબ છેલ્લા ઘણા વર્ષોથી જળ સંચય અને જળ સંગ્રહના કાર્યક્રમો યોજે છે. જેના લીધે શહેરના અનેક વિસ્તારોમાં જળ સ્તર ઉંચા આવ્યા છે અને પાણીની ગુણવત્તામાં પણ સુધારો આવ્યો છે. પાણીની જાળવણી અને વ્યવસ્થાપન પ્રત્યે સરકારે તો પોતાનો અભિગમ બદલવાની જરુર છે જ પરંતુ, આપણે સહુ પણ નવાનગર નેચર કલબની આ પાણી સંગ્રહની પદ્ધતિને સમજીએ, વિચારીએ અને અપનાવીએ, તથા આ આફતને અવસરમાં પલટાવીએ.