પર્યાવરણ પ્રત્યે સતત જાગૃત એવી સહેરની નવાનગર નેચર કલબ દ્વારા આજ વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય અને વિશિષ્ઠ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આજ રોજ નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ જાગૃતિ રેલી સ્વરૂપે “ગ્રીન વોક”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુળી સંખ્યા લોકો એ ભાગ લિધો હતો. ૩કિમીની આ ગ્રીન વોકમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ,ધારાસભ્ય શ્રી હકુભ જાડેજા,જીલા ભાજપ મહામંત્રી શ્રી પ્રવિણસિંહ જાડેજા,તથા જામનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનોર, કુંભારાના તથા તેના સાથી કર્મચારીઓ તથા ગુજરાત વન વિભાગના એ.સી.એફ જોશી સાહેબ આર.એફ.ઓ એ.બી.જાડેજા તેમજ વન વિભાગના અન્ય કર્મચારીઓ તથા પોલીસ વિભાગના જવાનો તથા શહેરની જુદી જુદી સંસ્થા ઓ સહિત 600 જેટલાલોકો જોડાય હતાં સાથે સાથે પાબારી હોલ તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.આ પ્રસંગે સાંસદ શ્રીપૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી હકુભ જાડેજા,જીતુભાઇ લાલ, એસ, પી પ્રદીપ સેજુલ, ડી.એફ.ઓ. જોશી સહિત વનવિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉત્પલ દવે એ કર્યું હતું તેમજ ગ્રીન વોક શાંતી પૂર્ણ તેમજ શિસ્તબદ્ધ રીતે યોજાય તે માટે નવાનગર નેચર કલબના પ્રમુખ વિજયસિંહ જાડેજા,દિનેશભાઇ રબારી,વનરાજસિંહ ચૌહાણ,ધર્મેશ અજા,પ્રવિણસિંહ જાડેજા,મિતેષ બુદ્ધભટ્ટી, ઉમેશ થાનકી, હિમાંશુ જાની,ભરત કાનાબાર,કુણાલ જોશી,સુભાષ ગંઢા, કિસન દત્તાની, એ જહેમત ઉઠાવી હતી.

કુંડા માળા વિતરણ – વિશ્વ ચકલી દિવસ